ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એંડ ઇન્ટેલીજન્સી સર્વિસ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી જામનગર જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતીનું આયોજન (1) તા.18-10-2021 વિભાજી સરકારી હાઇસ્કૂલ, જામનગર (2) તા.19-10-2021 હરધ્રોળ હાઇસ્કુલ, ધ્રોલ (3) તા.20-10-2021 મ્યુનિસિપલ હાઈસ્કૂલ, કાલાવડ (4) તા.20-10-2021 વીર સાવરકર હાઇસ્કુલ, લાલપુર અને (5) તા.22-10-2021 સ.વ.પ હાઈસ્કુલ જામજોધપુર ખાતે સવારે 10:00 કલાકથી બપોરના 4.00 કલાક દરમિયાન આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉમેદવારની ઉંમર 21થી 38 વર્ષ, શૈક્ષણિક લાયકાત 10 પાસ, ઉંચાઇ -168 સે.મી., સૈનિક વજન 56 કિલો, છાતી- 80થી 85 અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. આ માટે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટસની નકલ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા, આધારકાર્ડ, બોલપેન સાથે સ્થળ પર ઉપસ્થિત રહેવું પડશે અને પાસ થનાર ઉમેદવારે ભરતી સ્થળે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને આ માટે રજિસ્ટ્રેશન ફી 350 રૂ. ચૂકવવાના રહેશે. આ શિબિરમાં પાસ થનાર ઉમેદવારને રીજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા(ગાંધીનગર)માં ટ્રેનિંગ આપીને સિક્યુરીટી એંડ ઇન્ટેલીજન્સ સર્વિસ ઇન્ડિયા લી.માં કાયમી નિયુક્ત 65 વર્ષ સુધી મળશે. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔદ્યોગિકક્ષેત્રે, બેંક વગેરે જગ્યાઓ પર સુપરવાઇઝર માટે રૂ 15,000થી 18,000 અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો, પ્રમોશન, પી.એફ., ઇ.એસ.આઇ., ગ્રેજ્યુએટ, મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા આપવામાં આવશે. ભરતી શિબિરમાં કોરોના મહામારીમાં હાલના સમયમાં દરેક ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટંસ રાખવાનું તથા માસ્ક પહેરવું ફરજીયાત છે તેમ, એસ.એસ.સી.આઇ. રીજનલ ટ્રેનિંગ સેન્ટર માણસાની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી શિબિર યોજાશે
તાલુકા સ્થળો પર ઉમેદવારોએ નિશ્ચિત તારીખે ઉપસ્થિત રહેવાનું રહેશે