ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા ઇફકોએ રસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. NPKના ભાવમાં પ્રતિ બેગ રૂ.255 થી રૂ.265 સુધીનો વધારો કર્યો છે. આ અગાઉ પ્રતિ બેગ IFFCO NPK 10/26/26 નો ભાવ 1175 રૂપિયા હતો, જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો છે. NPKના ભાવ રૂ.1170 થી રૂ.1450એ પહોચ્યાં છે.
આજે અચાનક ખાતરમાં IFFCO એ ધરખમ ભાવ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજરાતના ખેડૂતો પર સૌથી મોટો બોજો ઝીંકાયો છે. મહાધન ખાતરમાં રૂ.455 થી રૂ.500નો વધારો થતા મહાધન ખાતરનો ભાવ વધીને રૂ.1750 થી રૂ.1800 થયો છે.સલ્ફેટના ભાવ રૂ.119 થી વધીને રૂ.775 થયા છે. સલ્ફેટમાં જૂનો ભાવ રૂપિયા 656 હતો. જયારે પોટાશના ભાવ રૂ.65 વધીને રૂ.1040 થયા છે. પોટાશમાં રૂ 975 બેગનો ભાવ હતો.
ઈફ્કોના ચેરમેન દિલિપ સંઘાણી એ કહ્યું કે, ‘ગત વર્ષે રૂપિયા 1700 નો ભાવ વધારો હતો, પણ લાગુ કરાયો ન હતો.તો બીજી તરફ ખાતરમાં થયેલા ભાવ વધારાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.