Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સસૌરાષ્ટ્રના 29 વર્ષીય ક્રિકેટર અવી બારોટની અણધારી વિદાય

સૌરાષ્ટ્રના 29 વર્ષીય ક્રિકેટર અવી બારોટની અણધારી વિદાય

બે દિવસ અગાઉ રણજી ટ્રોફીમાં 45 બોલમાં 72 રન બનાવ્યાં હતાં : 2019-20માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો

- Advertisement -

રાજકોટના યુવા ક્રિકેટર અવી બરોટનું મોડી રાત્રે હાર્ટએટેકના લીધે નિધન થયું છે. અવી બારોટ સારા બેટ્સમેન અને વિકેટ કિપર હતાં. અવી બારોટના નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને શોક વ્યક્ત કર્યો છે. અવી બારોટ સારા એવાં વિકેટકીપર તેમજ જમણા હાથના બેટ્સમેન હતાં. તેઓએ પોતાની કારકિર્દીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી.

- Advertisement -

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના 29 વર્ષીય ક્રિકેટર અવી બારોટનું મોડી રાત્રે હાર્ટએટેકથી નિધન થયું છે. સૌરાષ્ટ્રના ક્રિકેટરોએ અવી બારોટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અવી બારોટ સૌરાષ્ટ્ર માટે ક્રિકેટ રમતા હતા.  અવી બારોટે  2019-20માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સૌરાષ્ટ્ર માટે, તેમણે 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. અવી બારોટ વર્ષ 2011 માં ભારતની અંડર -19 ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે.તાજેતરમાં રમાયેલી તમામ ડોમેસ્ટિક મેચોમાં બારોટનું પ્રદર્શન અદભૂત હતું. તેઓએ બે દિવસ અગાઉ જ ગુજરાત સામેની રણજી ટ્રોફીમાં 45 બોલમાં 72 રન બનાવ્યાં હતાં. આ વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 38 બોલમાં 122 રન ફટકાર્યા હતાં. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular