Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીના વાળ ખેંચી સોટીઓ ફટકારી, વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ

સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીના વાળ ખેંચી સોટીઓ ફટકારી, વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ

- Advertisement -

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જે તમિલનાડુનો છે.  કડ્ડલૂરની એક શાળામાં સરકારી શીક્ષકે વિદ્યાર્થીને ક્રુરતા પૂર્વક માર માર્યો છે. વિદ્યાર્થીને વાળ પકડી શિક્ષકે તેને સોટીઓ ફટકારી ને એક બે લાત પણ મારી હતી. ધોરણ 12ના વિદ્યાર્થીને શિક્ષકે ઘૂંટણીયે બેસાડી ઢોર માર માર્યાનો વિડીઓ ક્લાસમાં બેઠેલા અન્ય વિદ્યાર્થીએ મોબાઈલમાં શૂટ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષક સામે પગલા લેવાની લોકો માંગ ઉઠાવી રહ્યા છે.

વિદ્યાર્થી ક્લાસમાં ન બેસતા તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે તે આ ઘટના પુનરાવર્તિત નહી કરે તેમ કરવા છતાં શિક્ષકે ક્રુરતા પૂર્વક માર માર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ કડ્ડાલોર જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular