Saturday, December 21, 2024
Homeરાજ્યકાલાવડમાં આર્થિક સંકડામણથી કંટાળી યુવાનની આત્મહત્યા

કાલાવડમાં આર્થિક સંકડામણથી કંટાળી યુવાનની આત્મહત્યા

મજૂરીકામ કરતા યુવાનને કોઇ કામ ધંધો ન મળતા ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી : પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

- Advertisement -

કાલાવડ ગામમાં વિકાસ કોલોની પાસે આવેલા આંબેડકરનગરમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવાનને છેલ્લાં ઘણાં સમયથી કોઇ કામધંધો મળતો ન હોય જેથી આર્થિક સંકડામણથી કંટાળીને તેના ઘરે બુધવારે સાંજના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આ બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં વિકાસ કોલોની પાસે આવેલા આંબેડકરનગરમાં રહેતા અને મજૂરીકામ કરતા રવિ વશરામભાઈ મકવાણા (ઉ.વ.30) નામના યુવાનને ઘણાં સમયથી કોઇ કામ ધંધો મળતો ન હતો. તેના કારણે આર્થિક સંકડામણ અનુભવતા યુવાને જિંદગીથી કંટાળી બુધવારે સાંજના સમયે તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવાનને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના વિરેન દ્વારા જાણ કરાતા હેકો વી.ડી.ઝાપડિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular