દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે સવારે દિલ્હીના લક્ષ્મી નગરમાંથી એક પાકિસ્તાની આતંકીની ધરપકડ કરી છે. પકડાયેલા આતંકીનું નામ મોહમ્મદ અશરફ અલી હોવાનું કહેવાઈ રહ્યું છે. તે પાક.ના પંજાબના નરોવાલનો રહેનારો છે. આતંકીની પાસેથી અઊં-47, 50 ગોળીઓ અને હેન્ડગ્રેનેડ મળ્યા છે. તેની પાસેથી ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યો છે. પોલીસને તેની પાસેથી એક નકલી આઈડી પણ મળ્યું છે, જેમાં દિલ્હીના શાસ્ત્રીનગરના એડ્રેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઈંઉમાં તેનું નામ અલી અહમદ લખવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જણાવ્યું કે સોમવારે રાતે 9.20 વાગ્યે મોહમ્મદ અશરફ ઉર્ફે અલી નામના એક પાકિસ્તાની વ્યક્તિની દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. મોહમ્મદ અશરફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નરોવલ જિલ્લાનો રહેવાસી છે. મોહમ્મદ અશરફ ભારતીય નાગરિક બનીને રહી રહ્યો હતો. તેના માટે તેમણે પોતાનુ નકલી નામ પણ રાખ્યું હતું અને નકલી આઈડી કાર્ડ પણ બનાવ્યું હતું. તે દિલ્હીના શાસ્ત્રી નગરમાં આરામ પાર્ક વિસ્તારમાં એક ઘરમાં રહી રહ્યો હતો.