Saturday, December 28, 2024
Homeરાજ્યગુજરાતપરિક્ષા મોકૂફની અફવાઓ વચ્ચે બોર્ડની સ્પષ્ટતા

પરિક્ષા મોકૂફની અફવાઓ વચ્ચે બોર્ડની સ્પષ્ટતા

- Advertisement -

- Advertisement -

ધો.9થી12ની પ્રથમ સત્ર પરીક્ષા 18મી ઓક્ટોબરથી રાજ્યભરની સ્કૂલોમાં લેવામા આવનાર છે અને આ માટે બોર્ડ પરીક્ષા કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે.પરંતુ બોર્ડે સ્કૂલોની માંગણીને પગલે બોર્ડના પ્રશ્નપત્રો વગર પોતાની રીતે તૈયાર કરેલા પ્રશ્નપત્રોથી આ પરીક્ષા લેવાની છુટ આપતા હાલ સોશિયલ મીડિયામાં પરીક્ષા જ મોકુફ થઈ ગઈ હોવાના સમાચાર વહેતા થયા છે.પરંતુ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે આ પરીક્ષાઓ મોકુફ થઈ નથી,18મીથી જ લેવાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડે હાલ વહેતા થયેલા સમાચાર અને અફવાઓને લઈને સ્પષ્ટતા કરતા તમામ સ્કૂલોને પરિપત્ર કર્યો છે કે ધો.9થી12ની પ્રથમ સત્રની પરીક્ષા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ 18મી ઓક્ટોબરથી જ શરૃ થશે અને જે 27મી ઓક્ટોબર સુધી ચાલશે.છેલ્લે ફેરફાર કરાયેલા સમય મુજબ જ પરીક્ષા લેવાની રહેશે.પરીક્ષા મોકુફ થયાના સમાચાર તદ્દન ખોટા છે.

- Advertisement -

મહત્વનું છે કે ગુજરાત બોર્ડના પ્રશ્નપત્રોથી ધો.9થી12ના મુખ્ય વિષયનો પરીક્ષા લેવાનાર હતી. પરંતુ સ્કૂલ સંચાલક મંડળે ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણને લઈને સ્કૂલોમાં આગળ-પાછળ અભ્યાસક્રમ ચાલતો હોવાથી કોમન પરીક્ષા ન લેવાની માંગ કરી હતી.જેને પગલે બોર્ડે સ્કૂલોને ગુજરાત શિક્ષણ બોર્ડના પ્રશ્નપત્રોથી ફરજીયાત પરીક્ષા લેવામાંથી મુક્તિ આપી હતી.જેથી ઘણી સ્કૂલોએ પરીક્ષા પણ કોમન ન હોઈ મોકુફ થઈ હોવાનું માની લીધુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular