Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર બિમારીથી કંટાળી વૃધ્ધાએ ઝેરી દવા ગટગટાવી

જામનગર બિમારીથી કંટાળી વૃધ્ધાએ ઝેરી દવા ગટગટાવી

બ્લડપ્રેસર અને ડાયાબીટીસની બીમારી કંટાળી જીંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

- Advertisement -

જામનગર શહેરના ગુલાબનગર સત્યસાંઇ સોસાયટીમાં રહેતાં વૃધ્ધાએ ત્રણ વર્ષથી થયેલી બ્લડ પ્રેસર અને ડાયાબીટીસની બીમારીથી કંટાળીને દવા પી આપઘાત કર્યો હતો.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલાં સત્યાસાંઇ સોસાયટીમાં રહેતાં પુરીબેન હિરાભાઇ ચૌહાણ(ઉ.વ.90) નામના વૃધ્ધાને ત્રણ વર્ષથી બ્લડપ્રેસર અને ડાયાબીટીસની બિમારી થઇ હતી અને આ બીમારીની સારવાર કરાવા છતાં સુધારો ન થવાથી જીંદગીથી કંટાળી ગત્ શુક્રવારે સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું સારવાર દરમ્યાન સોમવારે સવારે મોત નિપજયું હતું. આ અંગે ભારત ભાઇ દ્વારા જાણ કરતાં હેકો.એસ.એસ.દાતણીયા તથા સ્ટાફે હોસ્પિટલમ પહોંચી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular