Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના તીરૂપતિ પાર્કમાં વ્યવસાયી યુવાનની આત્મહત્યા

જામનગરના તીરૂપતિ પાર્કમાં વ્યવસાયી યુવાનની આત્મહત્યા

ફેબ્રીકેશનના ધંધાર્થીએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા તપાસ : જામનગરમાં બીમારી સબબ વૃદ્ધનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરના તીરૂપતિ પાર્ક-2 માં રહેતા યુવાને તેના ઘરે કોઇ કારણસર દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરના ગુજરાતીવાડમાં રહેતાં વૃદ્ધનું બીમારી સબબ બેશુદ્ધ થઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના તીરૂપતિ પાર્ક 2 સાંઈરામ પાર્ક સી શેરી નં.7 /બી મકાન નં.13 /5 માં રહેતા સાગર કિશનભાઈ પઢારિયા (ઉ.વ.32) નામના ફેબ્રીકેશનનો વ્યવસાય કરતા યુવાને રવિવારે સાંજના સમયે તેના ઘરે રૂમની છતના હિંચકાના હુંકમાં દરોડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ કરતા હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની પત્ની એકતાબેનના નિવેદનના આધારે પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના ગુજરાતીવાડ વિસ્તારમાં રહેતાં સબીરભાઈ ઓસમાણભાઈ છબીડાર (ઉ.વ.60) નામના મજૂરીકામ કરતા વૃદ્ધને અગાઉ પેરાલીસીસનો હુમલો આવી ગયો હતો અને હાલ બ્લડપ્રેશર રહેતા ડાયાબિટીસની બીમારીને કારણે ગત તા.6 ના રોજ તેના ઘરે બેશુદ્ધ થઈ જતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મુસ્તુફા દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.કે. રાતિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular