Friday, December 5, 2025
Homeસ્પોર્ટ્સલાંબા સમય પછી ધોનીની કેપ્ટન ઇનિંગથી પત્ની અને બાળકો રડી પડ્યા, જુઓ...

લાંબા સમય પછી ધોનીની કેપ્ટન ઇનિંગથી પત્ની અને બાળકો રડી પડ્યા, જુઓ ભાવુક ક્ષણ

ભાવુક બાળકોને માહીએ આપી આ ખાસ ગીફ્ટ : કોહલીએ કહ્યું કિંગ ઇઝ બેક

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નઈ (CSK) અને દિલ્હી (DC) વચ્ચે યોજાયેલ IPLની મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન ઇનિંગથી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. IPL 2021માં પહેલા જ ક્વોલિફાયરમાં મહેન્દ્રસિંહ ધોનીએ શાનદાર પરફોર્મન્સથી મુશ્કેલીમાં મુકાયેલ ચેન્નઈની ટીમનો તારણહાર બનીને આવ્યો તેમ કહી શકાય.આ દરમિયાન ધોનીએ 6 બોલમાં 18 રન બનાવ્યા હતા. જે સમયે ધોનીએ છક્કા અને ચોક્કા લગાવવાના શરૂ કર્યા તો તેમની પત્ની સાક્ષી ધોની રડી પડી હતી.  સાક્ષીએ જીવાને ગળે લગાવી લીધી હતી.

- Advertisement -

આ સીવાય ધોનીએ જયારે ટીમને જીત અપાવી ત્યારે પોતાના ફેવરીટ ક્રિકેટરને જુના રંગમાં જોતા સ્ટેડીયમમાં બેઠેલા બે બાળકો પણ રડી પડ્યા હતા. અને મેચ બાદ ધોનીએ એક બોલ સાઈન કરીને બાળકોને અપી દીધો.

નીની બેટિંગ જોઈ કોહલી પણ ખુશ થયો છે. અને કહ્યું કે કિંગ ઈઝ બેક, તે રમતનો શ્રેષ્ઠ ફિનિશર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular