Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરશહેરમાં સળગતી ઈંઢોણીના રાસથી શહેરીજનો મંત્રમુગ્ધ

શહેરમાં સળગતી ઈંઢોણીના રાસથી શહેરીજનો મંત્રમુગ્ધ

- Advertisement -

જામનગર સહિત રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્યસરકાર દ્વારા 400 લોકોની મર્યાદામાં શેરીગરબાઓને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે જામનગરમાં ગઈકાલે ચોથા નોરતે સળગતી ઈંઢોણીના રાસે શહેરીજનોમાં આકર્ષણ જગાવ્યું હતું. શહેરમાં પ્રાચિન ગરબીઓમાં પરંપરાગત રાસ નિહાળી શહેરીજનો મંત્રમુગ્ધ થયા હતાં. કોરોનાને કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી થઈ શકી ન હતી. ત્યારે આ વર્ષે સરકાર દ્વારા 12 વાગ્યા સુધી પ્રાચિન ગરબીઓને મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને જામનગરમાં શેરીગલ્લીઓમાં યોજાતી પ્રાચિન ગરબીઓમાં રાસ ગરબાની રમઝટ જામી છે.

- Advertisement -

લોકો છેક દૂરદૂરથી પ્રાચિન ગરબીઓ જોવા આવે છે. જામનગરમાં રણજીતનગર, પટેલ પાર્ક, લીમડલાલાઈન, સાત રસ્તા, પંચેશ્ર્વટાવર, કડિયાવાડ, ભોઇનો ઢાળિયો, ચાંદીબજાર, પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં શેરી ગલ્લીઓમાં પ્રાચિન ગરબીઓ યોજાઈ છે. શહેરમાં અંદાજે 300 થી વધુ પ્રાચિન ગરબીઓમાં બાળાઓ તથા યુવકો દ્વારા માતાના ગરબાથી માં આદ્ય શકિતની આરાધના કરવામાં આવે છે. ખેલૈયાઓની સાથે મોટેરાઓ દ્વારા પણ માં આદ્ય શકિતની આરાધના કરી પૂણ્યનું ભાથુ બાંધવામાં આવ્યું હતું. આ ઉપરાંત નોરતાઓમાં બાળાઓની કે તેમની સાથે ગરબા નીહાળવા આવેલ યુવતીઓની છેડતી કે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જામનગરમાં ગઇકાલે અંબિકા ગરબી મંડળમાં યુવકો દ્વારા સૈનિકોનો રાસ યોજાયો હતો. તો ચામુંડા યુવક-કુમારિકા ગરબીમાં નરેન્દ્ર મોદીના ચહેરાના માસ્ક સાથે યુવક-યુવતીઓએ સળગતી ઈંઢોણીનો રાસ યોજયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular