જામનગર શહેરમાં પંચવટી સર્કલ નજીક જાહેરમાં આઈપીએલ ટૂર્નામેન્ટના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડી પૈસાની હારજીત કરતા શખ્સને પોલીસે રૂા.5500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચવટી સર્કલ પાસે આવેલી હોટલ નજીક જાહેરમાં યુએઈમાં રમાતી આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કોલકતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડાતો હોવાની બાતમીના આધારે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન અલતાફ અમીરઅલી મુખીડા નામના શખ્સને રૂા.2500 ની રોકડ રકમ અને રૂા.3000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.5500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં પંચવટીમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝબ્બે
20-20 ટૂર્નામેન્ટમાં કોલકતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચમાં રનફેરનો જૂગાર : 5500 નો મુદ્દામાલ કબ્જે