Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરબેંક લોન પરત નહીં કરતાં દેણદારને ત્રણ માસની જેલ

બેંક લોન પરત નહીં કરતાં દેણદારને ત્રણ માસની જેલ

- Advertisement -

જગવિખ્યાત આઇસીઆઇસીઆઇ બેંકમાંથી લાખો રૂપિયાની લોન મેળવ્યા બાદ પરત નહીં ચૂકવવાના કિસ્સામાં જામનગરના દિવ્યેશ ગિરીશભાઇ ડોબરીયા સામે બેંક દ્વારા લેણી નિકળતી રકમનો દાવો મંજૂર થયા બાદ અદાલતી હુકમનામાની બજવણીના કેસમાં અદાલતે દિવ્યેશ ડોબરીયાને ત્રણ મહિનાની સિવિલ જેલનો ઐતિહાસિક હુકમ ફરમાવતાં દેણદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ કેસની વિગત એવી છે કે, ગોકુલનગર, પાણાખાણ વિસ્તારના રહેવાસી દિવ્યેશ ગિરીશભાઇ ડોબરીયાએ આઇસીઆઇસીઆઇ બેંક, જામનગરમાંથી લાખો રૂપિયાની લોન મેળવ્યા બાદ પરત નહીં ચૂકવતાં બેંક દ્વારા લ્હેણી રકમ રૂા. 3,33,093.74 પૈસાની વસુલાત અંગે દિવાની કાર્યસંહિતા, 1908ના હુકમ 37 અન્વયે સંક્ષિપ્ત કાર્યવાહી હેઠળ દાવો નોંધાવતા માત્ર ચાર માસમાં જ અદાલતે દાવાનો નિકાલ કરી આઇસીઆઇસીઆઇ બેંક લિ.ની તરફેણમાં લ્હેણી રકમની વસુલાતનું હુકમનામુ કરી આપ્યા બાદ હુકમનામાની અમલવારીના કિસ્સામાં દેણદાર દ્વારા અદાલતી નોટીસ-વોરન્ટની બજવણી બે-અઢી વર્ષથી ટાળવામાં આવી રહી હતી. જેથી બેંક તરફે હાજર રહેલ એડવોકેટની રજૂઆતને ધ્યાને લઇ અદાલતે સીપીસી ઓર્ડર 21, રુલ-40(3)ની જોગવાઇ હેઠળ જામનગરના દિવ્યેશ ગિરીશભાઇ ડોબરીયાને ત્રણ મહિનાની સિવિલ જેલનો હુકમ કરેલ હોય, જે હુકમનામા મુજબની રકમ દેણદાર ભરપાઇ કરી આપે તો તૂર્ત જ જેલમુક્ત કરવા અદાલતે આદેશ કર્યો છે.

હુકમમાં અદાલતે નાઝીર, ડીસ્ટ્રીકટ કોર્ટ, જામનગરની કસ્ટોડીયન તરીકે નિમણૂંક કરી છે. આ કેસમાં જામનગરના ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી તથા જીતેશ એમ. મહેતા રોકાયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular