Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા વરસાદમાં નુકસાન થયેલ રોડનું સમારકામ હાથ ધરાયું

જામ્યુકો દ્વારા વરસાદમાં નુકસાન થયેલ રોડનું સમારકામ હાથ ધરાયું

ઓકટોબર અંત સુધીમાં શહેરના માર્ગ પરના ખાડાઓને લાગી જશે પેચ

જામનગર શહેરમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદના પરિણામે શહેરના અનેક રસ્તાઓને નુકસાની પહોંચી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ દિવસથી રોડ મરામતની કામગીરી શરુ કરવામાં આવી છે. વિવિધ બિસ્માર માર્ગો પર પેચવર્ક સહિતની કામગીરી હજૂ એક માસ સુધી અવિરત રાખવામાં આવશે.

જામનગર શહેરમાં ચાલુ વર્ષે થયેલ અતિભારે વરસાદને કારણે શહેરના જુના રસ્તાઓને પૈકી કાચા રસ્તાઓ 10400 મીટર તથા અંદાજે 3100 મીટર ડામર રસ્તાઓ ડેમેજ થયા હતાં. જેમાં 1000 મીટરના સીસી રોડમાં પેચવર્ક કરવામાં આવ્યું છે. આ કામગીરી છેલ્લા પાંચ દિવસથી કરવામાં આવી રહી છે. અલગ અલગ એજન્સીઓ દ્વારા આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. અંદાજે નુકસાન પામેલ મુખ્ય રસ્તાઓ 14500 મીટર પૈકી 9000 મીટર મુખ્ય રસ્તાઓની મરામત આસ્ફાલ્ટ પેચવર્ક તથા મેટલ મોરમ/ગ્રીટ દ્વારા રસ્તાઓ વચ્ચેના ખાડાઓ બુરવાની કામગીરી રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કમિશનર તથા સીટી એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ શરુ કરવામાં આવી છે અને આ કામગીરી એક માસ સુધી ચાલુ રાખવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular