Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયભારત-ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર્સ આજે પ્રથમ ટી-20 મુકાબલામાં ટકરાશે

ભારત-ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર્સ આજે પ્રથમ ટી-20 મુકાબલામાં ટકરાશે

- Advertisement -

- Advertisement -

સુકાની હરમનપ્રીત કૌરના પુનરાગમનથી ઉત્સાહિત થયેલી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ મજબૂત ઓસ્ટ્રેલિયા સામે ગુરુવારથી રમાનારી ત્રણ ટી20 ઇન્ટરનેશલ મેચની શ્રેણી જીતીને વર્તમાન પ્રવાસનો સકારાત્મક અંત લાવવાનો પ્રયાસ કરશે. હરમનપ્રીત અંગૂઠાની ઇજાના કારણે વન-ડે શ્રેણી અને એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટમાં રમી શકી નહોતી પરંતુ તે હવે સંપૂર્ણ ફિટ થઇ ચૂકી છે. ભારત પાસે હરમનપ્રીત ઉપરાંત યુવા ખેલાડી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની ઓપનિંગ જોડી શાનદાર ફોર્મમાં છે. પિંક બોલ ટેસ્ટમાં સદી ફટકારીને મંધાના આત્મવિશ્વાસથી ભરપૂર છે અને તે સિનિયર બેટસવુમન તરીકે તે પોતાની રિધમ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ટીમે દર્શાવી આપ્યું છે કે તે ટૂંકા સમયમાં વિવિધ ફોર્મેટને અનુકૂળ થઇ શકે છે.

પિંક બોલ ટેસ્ટમાં પોતાનું વર્ચસ્વ મેળવતા પહેલાં ભારતે વન-ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના વિજયરથને અટકાવ્યો હતો. આગામી વર્ષે રમાનારા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ પહેલાં આ ટી20 શ્રેણી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જેમિમા રોડ્રિગુઝ પાસે ફોર્મ મેળવવાની છેલ્લી તક છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પાસે ઘણી ઓલરાઉન્ડર ખેલાડીઓ છે જેના કારણે આ સૌથી નાની ફોર્મેટમાં તેનો દબદબો જળવાઇ રહ્યો છે પરંતુ ભારતીય ટીમ તેને પડકાર ફેંકવા માટે સજ્જ બની ચૂકી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular