જામનગર શહેરના મોમાઈ નગરમાં રહેતા અને મજુરી કરતાં એક યુવકના ઘરમાંથી તસ્કરો સવા બે લાખથી વધુની રોકડની ચોરી કરી જતા સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર શહેરના મોમાઇનગર શેરી નં-3ના છેડે, પુનીતનગર, મહેશ્વરીવાસમાં રહેતા ખીમજીભાઈ જેઠાભાઈ આયડી નામના મજુરી કરતાં યુવકના ઘરમાંથી ગત તા.1ઓક્ટોબર થી 3ઓક્ટોબરના સમય દરમિયાન અજાણ્યા શખ્સો તેના યુવકના ઘરનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશી અભેરાઈ ઉપર રાખેલ સ્ટીલના ડબ્બા માંથી 2લાખ 36હજાર 500ની રોકડ રકમની ચોરી કરી નાશી છુટ્યા હતા. ચોરીની આ ઘટના અંગે ખીમજીભાઈએ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.