જામનગર જીલ્લામાં તા.13સપ્ટેબરના રોજ ભારે વરસાદના પરિણામે અનેક જગ્યાઓ પર તારાજી સર્જાઈ હતી. ધુડશિયા ગામે પણ અનેક લોકોના ઘર પાણીમાં ગરકાવ થયા હતા અને લાખોનું નુકશાન સર્જાયુ હતું. ત્યારે એક વ્યક્તીના ઘરમાં પાણી ઘુસી જતા તેની અલ્ટો કાર ફૂલઝર નદીના પ્રવાહમાં તણાઈ જતા હજુ સુધી મળી નથી જે અંગે પંચકોશી એ ડીવીઝન પોલીસ દફતરને જાણ કરવામાં આવી છે.
ધુડશીયા ગામે આવેલ પુરના પરિણામે ફૂલઝર નદીના પાણીનો પ્રવાહ વધી જતા ત્યાં રહેતા બાબુભાઈ ઉકાભાઈ માધાણી નામના વૃદ્ધના ઘરમાં પાણી ભરાતા ઘરનો દરવાજો તૂટી જતા તેઓની અલ્ટો કાર જેના નં-જીજે-10-એપી-2307 જેની કિંમત આશરે રૂ.54000ની તણાઈ જતા હજુ સુધી ન મળતા પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બાબુભાઈ દ્વારા ગાડી તણાઈ ગયાના બનાવ અંગેની નોંધ લખાવવામાં આવી છે.