Saturday, December 6, 2025
Homeરાજ્યલાલપુર તાલુકાના નવી વેરાવળમાં વીજશોકથી યુવાનનું મોત

લાલપુર તાલુકાના નવી વેરાવળમાં વીજશોકથી યુવાનનું મોત

પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજશોક : સારવાર કારગત ન નીવડી

લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં રહેતા ખેડૂત યુવાન તેમના ખેતરે પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતાં બેશુદ્ધ થઇ જવાથી મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના નવી વેરાવળમાં રહેતા પોપટભાઇ પોલાભાઇ ડાંગર (ઉ.વ.45) નામના ખેડુત યુવાન શનિવારે બપોરના સમયે નવી વેરાવળ ગામની સીમમાં આવેલા તેના ખેતરે પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતા બેશુદ્ધ થઇ જવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં યુવાનનું મોત નિપજ્યાંનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે હેકો.એ.જે.સિંહલા તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular