જામજોધપુર તાલુકાના ઘેલડા ગામની ગોળાઇમાં પુરઝડપે બેફિકરાઇથી આવતા બાઇકસવારે સામેથી આવતા બાઇકને ઠોકર મારતા અકસ્માતમાં પ્રોઢનું ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ઘેલડા ગામમાં રહેતા ભોજાભાઇ કદાવલા નામના પ્રોઢ ગત તા.27ના રોજ બપોરના સમયે તેના ગામ તરફ જતી ગોલાઇમાં તેના જીજે-10-સીકે-5430 નંબરના બાઇક પર જતાં હતા તે દરમિયાન પુરઝડપે આવતા ઘેલડા ગામના સતિષ પીપરોતરએ પ્રોઢની બાઇક સાથે બાઇક અથડાવતા અકસ્માતમાં ભોજાભાઇ રોડ પર પડી જતાં માથામાં પાછળના ભાગે હાથમાં તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા પ્રોઢને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બાઇક સવાર નાસી ગયો હતો. ત્યારબાદ સારવારમાં રહેલા ભોજાભાઇનું મોત નિપજતા હેકો.વી.પી.જાડેજા તથા સ્ટાફે મૃતકના પુત્ર નાથાભાઇના નિવેદનના આધારે બાઇકચાઇક સતિષ વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.