Thursday, December 26, 2024
Homeરાજ્યજોડિયાના રસનાળ ગામેથી ઝડપાયું જુગારધામ

જોડિયાના રસનાળ ગામેથી ઝડપાયું જુગારધામ

છેક મોરબીથી જુગાર રમવા આવતા હતા જુગારીઓ

- Advertisement -

જોડિયા તાલુકાના રસનાળ ગામે એક રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ પોલીસે પકડી પાડ્યું છે. પોલીસે અહીં જુગાર રમતા 9 શખ્સોની દબોચી લઇ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જોડિયાના રસનાળ ગામે રહેતા આશિષ હેમરાજભાઇ જીવાણી પોતાના રહેણાંક મકાનમાં જુગારનો અડ્ડો ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે ગત રાત્રે તેમના મકાન પર દરોડો પાડ્યો હતો. ત્યારે અહીંથી જેન્તીલાલ ડાયાભાઇ જીવાણી, ચંદુભાઇ ચકુભાઇ માલકિયા રહેવાસી બંને રસનાળ , ભુપેન્દ્ર ભુદરભાઇ પાચોટીયા (અમરનગર,મોરબી), વિશાલ છગનભાઇ વાંસજાળિયા (મોરબી), મુકેશ છગનભાઇ જીવાણી (રસનાળ), ક્રિપેશ રૂગનાથભાઇ જીવાણી (રસનાળ), વેલુભા સુરૂભા જાડેજા તથા રમેશ શામજીભાઇ જીવાણી રસનાળને જુગાર રમતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી કુલ રૂા.2.64 લાખની રોકડ રકમ સહિત 3.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ સામે જુગારધારા અંતર્ગત ગુન્હોં નોંધી ધરપકડ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular