પૂજ્ય મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે જામનગર જિલ્લામાં તા.2 થી 8 ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. નશાબંધી સપ્તાહ અંતર્ગત સાયકલ રેલી, નશામુક્તિ ભવાઇ, વ્યસનમુક્તિ સંમેલનો યોજાશે.
નશાબંધી સપ્તાહ દરમિયાન જિલ્લા મુખ્ય મથકે, તાલુકામાં અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમા પ્રથમ દિને જામનગર ટાઉનહોલ ખાતેથી જામનગર સાયક્લીંગ કલ્બ અને ગાયત્રી પરિવાર સાથે સાયકલ રેલી યોજાશે. આ સપ્તાહ દરમ્યાન ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યસનમુક્તિ સંદેશ આપતા ડાયરાઓ, ભવાઇ કાર્યક્રમો, વ્યસનમુક્તિ મહિલા સંમેલનો, વ્યસનમુક્તિના સેમીનાર, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને નશાબંધી પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યને આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે રાષ્ટ્રમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરાવવા માટે અને યુવાપેઢીને દારૂ, બીડી, સીગારેટથી થતા નુકશાન સામે લોક જાગૃતિ જરૂરી છે. યુવાધનને નશાથી થતી આડઅસરોથી વાકેફ કરવા અને જામનગર જિલ્લાને નશામુક્ત બનાવવા આ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા અધિક્ષક, નશાબંધી અને આબકારી જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લામાં તા.2 થી 8 ઓક્ટો. નશાબંધી સપ્તાહની ઉજવણી થશે
સાયકલ રેલી, નશામુક્તિ ભવાઇ, વ્યસનમુક્તિ સંમેલન વિવિધ હરિફાઇ યોજાશે


