જામનગરના કાલાવડ ગેઇટ બહાર, રંગમતિ સોસાયટીમાં રહેતી મુસ્લિમ પરિણીતા યાસ્મીનબેન ઇકબાલભાઇ ચાકી તેણીના સલાયા મુકામે રહેતા પતિ ઇકબાલ અલીભાઇ ચાકી તથા સાસુ વિરુધ્ધ જામનગરની કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એકટ-2005 હેઠળ કેસ કર્યો હતો. આ વચાગળાનો કેસ ચાલી જતાં કોર્ટે પતિ દ્વારા પત્નિ તથા સગીર સંતાનોને વચગાળાનું ચડત ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો હતો. જે ભરણપોષણ અને જીવન નિર્વાહની કુલ રકમ રૂા. 38,500 પતિ તેની પત્નિ તથા સગીર સંતાનોને ન આપતા પત્નિએ તે રકમ મેળવવા કેસ કરતાં કોર્ટે સલાયામાં રહેતા પતિને નોટીસનો હુકમ કરી હાજર થવા આદેશ કર્યો હતો. જામનગરની કોર્ટમાં હાજર પતિએ ભરણપોષણની રકમ ન ચૂકવતાં અરજદારના વકીલ ઉમર એ. લાકડાવાલાની રજૂઆત તેમજ દલીલોને ધ્યાને રાખી જામનગરના જ્યુ. મેજીસ્ટે્રટે પતિને 220 દિવસની જેલની સજાનો હુકમ ફરમાવેલ અને જામનગર જિલ્લા જેલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.


