જામનગરમાં રામેશ્વરનગરમાં ગેસની લાઈન નાખવા ખાડા કર્યા બાદ બુરવામાં ના આવતા રહેવાસીઓએ પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને લોકોને ઈજા પહોચવાની દહેશત સર્જાઈ છે.
તા.29/7/2021 ના રોજ જલારામ પાર્ક, શેરી નંબર 2, રામેશ્ર્વરનગર ગેસની લાઈન નાખવા માટે સી સી રોડ પર ખાડા કરાયા હતા. પરંતુ 2 મહિના થવા આવ્યા છતા તેમાં બોરીંગ પણ નથી કર્યું અને ગેસની લાઈન પણ નાખી નથી. વરસાદ પડતા તેમાં પાણી ભરાય છે. જેના કારણે પાણીજન્ય રોગચાળાઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તથા સી સી રોડના કાકરા કોઈ વાહનના ટાયર નીચે આવવાથી ઉડે છે તેના કારણે કોઈને ઈજાઓ થવાનો પણ ભય સતાવી રહ્યો છે. આથી અંગે સત્તાધીશો યોગ્ય કાર્યવાહી કરે તેમ વિશ્વરાજસિંહ વાઘેલા દ્વારા માંગણી કરવામાં આવી છે.


