Saturday, December 6, 2025
Homeરાજ્યપીઠડમાં બેકાર યુવાનનો નવો મોબાઇલ ખોવાઈ જતા દવા ગટગટાવી

પીઠડમાં બેકાર યુવાનનો નવો મોબાઇલ ખોવાઈ જતા દવા ગટગટાવી

ખરીદીના બે દિવસ બાદ મોબાઇલ ખોવાઈ ગયો : બેકારી અને નવો મોબાઇલ ખોવાઈ જતાં યુવાને જીંદગી ટૂંકાવી : વાવબેરાજામાં તાવમાં પટકાતા વૃદ્ધનું મોત

જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા આદિવાસી યુવાને ત્રણ દિવસ પહેલાં જ ખરીદ કરેલ નવો મોબાઇલ ખોવાઇ જતા બેકાર યુવાને જિંદગીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જામનગર તાલુકાના વાવબેરાજા ગામમાં રહેતાં વૃદ્ધની તાવના કારણે તબીયત લથડતા સારવાર માટે મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતો ભલિયા ઉર્ફે રાજીયો કાળુભાઈ મહિડા (ઉ.વ.40) નામના આદિવાસી યુવાને પાંચ દિવસ પૂર્વે નવા મોબાઇલની ખરીદી કરી હતી અને આ નવો મોબાઇલ બે દિવસ બાદ ખોવાઈ જતાં બેકાર આદિવાસી યુવાન ચિંતામાં રહેતો હતો અને આ બાબતનું મનમાં લાગી આવતા ગત તા.29ના રોજ સાંજના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ભુરાભાઇ બામનિયા દ્વારા જાણ કરાતા એએસઆઈ જી.સી. અઘેરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના વાવબેરાજા ગામમાં રહેતા ઘેલુભા મદારસંગ જાડેજા (ઉ.વ.79) નામના વૃદ્ધને તાવ આવતા તબિયત લથડવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ગુરૂવારે મધ્યરાત્રિના સમયે મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર વિજયસિંહ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular