સુરતના કતારગામ વિસ્તારમાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. 2વર્ષનું બાળક રમતાં રમતાં 8માં માળેથી નીચે પટકાતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.આ ઘટના પરિવારજનો અને માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે.
આજે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળે ફ્લેટના પેસેજમાં એક બાળક રમી રહ્યો હતો. આ દરમિયાન તે ગ્રિલ પર ચડ્યો અને રમતાં રમતાં નીચે પટકાયો હતો. અને તેનું મૃત્યુ નીપજ્યું છે ઘરમાં નાનાં બાળકો હોય તો સુરતમાં બનેલી આ ઘટના ચેતવણીરૂપ કિસ્સો છે કે માતા-પિતાની એક બેદરકારી બાળકનો જીવ લઇ શકે છે.


