Tuesday, January 14, 2025
Homeરાજ્યડેમમાં ડૂબી રહેલ યુવકને મહિલાઓએ દુપટ્ટા વડે બચાવ્યો.. જુઓ VIDEO

ડેમમાં ડૂબી રહેલ યુવકને મહિલાઓએ દુપટ્ટા વડે બચાવ્યો.. જુઓ VIDEO

- Advertisement -

જુનાગઢમાં પડેલા ધોધમાર વરસાદના પરિણામે નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો ડેમ ઓવરફલો થતા અનેક લોકો પર આ નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા. સોશિયલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં જુનાગઢના વિલિંગ્ડન ડેમમાં ડૂબી રહેલા એક યુવકને મહિલાઓએ પોતાના દુપટ્ટા વડે બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો છે. જેને લઇને નારીશક્તિની તમામ જગ્યાએ પ્રશંશા થઇ રહી છે.

- Advertisement -

જૂનાગઢમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં લોકો જોવા પહોંચ્યા હતા. એ સમયે એક યુવક ડેમની આગળના ભાગમાં નાહવા પડતાં પાણીના પ્રવાહમાં ડૂબવા લાગ્યો હતો. પરંતુ ત્યાં હાજર મહિલાઓએ હિંમત બતાવીને દુપટ્ટો નાંખીને યુવકને બહાર કાઢ્યો હતો. અને તેનો જીવ બચાવ્યો છે. ગઈકાલે સાંજે જુનાગઢનો વિલિંગ્ડન ડેમ પોતાની મહત્તમ સપાટીએથી ઓવરફ્લો થયેલો ત્યારે ડેમની આગળના ભાગે જ્યાં ડેમનું ઓવરફ્લોનું પાણી વહી રહ્યું હતું એ સ્થળ પર એક યુવક નાહવા પડ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular