જામનગર તાલુકાના બેડ ગામની નદીમાંથી આજે સવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યાની જાણના આધારે સીક્કા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલી નદીમાંથી આજે સવારે કોઇ યુવાનનો મૃતદેહ નજરે પડતા આ અંગેની જાણ થતા સ્થાનિક લોકોએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે સીક્કા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા મૃતક 25 થી 35 વર્ષનો હોવાની અને પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાના પ્રાથમિક તારણને આધારે મૃતદેહને પીએમ માટે મોકલવા તેમજ મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.