ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેના પરિણામે નદી અને ડેમ પણ છલકાયા હોવાથી લોકો પાણીમાં ફસાયાની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલના રોજ ગોંડલની ગોળી નદી પરથી પસાર થતી એક છકડો રીક્ષા તણાઈ હતી. રીક્ષા તણાતાં અનેક પ્રયાસ બાદ ચાલક તેનો જીવ બચાવીને પાણીના પ્રવાહ માંથી બહાર નીકળ્યો હતો. જેનો વિડીઓ સામે આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં આવેલા આજી-3, ન્યારી-2, ફોફળ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના 10 ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ 30 દિવસ સૌરાષ્ટ્ર સહીત રાજ્યભરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.