રાજ્યના 9000 જેટલા તલાટી મંત્રીઓએ ગઇકાલે પડતર માગણીઓ મુદ્દે પેન ડાઉન કરીને વિરોધ નોંધાવ્યો છે. આ સાથે તલાટીઓ દ્વારા 1 ઓક્ટોબરથી ધરણાં સહીતના કાર્યક્રમોનું એલાન પણ આપવામાં આવ્યું છે.
ગઇકાલે તલાટીઓ પોતેપોતાની કચેરીઓમાં હાજર છે. પરંતુ કામથી અળગા રહેશે. કચેરીમાં કામો ટલ્લે ચડયા હતા. તલાટીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની નોકરી સળંગ ગણવા ગામદીઠ તલાટી મંત્રીઓની નિમણૂક કરવા, બઢતીના અટવાયેલા હુકમો મંજૂર કરવા, ઉપરાંત રેવન્યુ તલાટી સમક્ષ પે-ગ્રેડ આપવા સહિતની માગણી કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા તેનો કોઇ જ ઉકેલ લાવવામાં નહીં આવતા. અંતે સોમવારે રાજ્યના 9000 જેટલા તલાટીઓ પોતાની પેન ડાઉન કરીને વિરોધ નોંધાવી રહ્યા છે. પરંતુ જો તેનાથી કોઇ નિરાકરણ નહીં આવતા તા.1 ઓક્ટોબરથી ધરણાં સૂત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો આપવામાં આવશે અને આ કાર્યક્રમ જ્યાં સુધી ઉકેલ નહીં આવે. ત્યાં સુધી યથાવત રહેશે. તેવી જાહેરાત કરવામાં આવી છે.
બીજીબાજુ ગઇકાલે સોમવાર હોવાથી ગામડામાં રહેતા.અનેક અરજદારો દાખલા કઢાવવા સહીતની કામગીરી માટે પચાયત કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ પેનડાઉન હોવાના કારણે ત્યાં હાજર હોવા છતા તલાટી મંત્રીઓ કામગીરીથી અળગા હોવાના કારણે અરજદારોને ધક્કો ખાવો પડયો હતો. ઉલ્લેખનિય છે કે રાજ્ય તલાટી મંડળ દ્વારા પોતાની પડતર માંગણીઓ સાથે અવારનવાર રજુઆત કરવામાં આવી હતી. છતાં રાજ્ય સરકારે તેમની માગણીઓ સ્વીકારી નથી. જેથી મંડળ દ્વારા વિરોધ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. પેનડાઉનના કાર્યક્રમમાં જોડિયાના તમામ તલાટી જોડાયા હતા. તલાટીઓની હડતાલને પગલે ગ્રામ પંચાયતોમાં વહીવટી કામગીરી અટકી પડી હતી.
જોડિયા ખાતે તલાટીઓએ કરી પેનડાઉન
પંચાયતોના કામકાજ ખોરવાયા : પડતર માગણી મુદ્દે રાજ્યભરના તલાટીઓએ કામનો બહિષ્કાર કર્યો : 1 ઓક્ટોબરથી ધરણા સહિતના કાર્યક્રમો