જીવનમાં ભલે લાખો મુશ્કેલીઓ હોય પરંતુ સંઘર્ષ કરતાં રહેવું જોઈએ અને જે લોકો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરે છે તે અન્ય લોકો માટે ઉદાહરણ બની જાય છે. આવા લોકો પોતાની મહેનત અને સમર્પણથી ઈતિહાસ રચે છે. આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બાળક તેલંગાણાનો છે. તેની જીદ દુનિયામાં તેનું નામ રોશન કરવાની છે. આ માટે તે રાત -દિવસ મહેનત કરી રહ્યો છે. રોજ સવારે તે લોકોના ઘરમાં અખબારો આપવા જાય છે અને બાદમાં અભ્યાસ કરે છે.
આ બાળકનું નામ જય પ્રકાશ છે. તે તેલંગણાના જગતીયાલનો રહેવાસી છે. જય પ્રકાશ રોજ સવારે લોકોના ઘરમાં અખબારો મુકવાનું કામ કરે છે. આ વીડિયો તેલંગણાના મંત્રી કેટી રામારાવે પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. શેર કરતી વખતે, તેણે કેપ્શનમાં લખ્યું છે – જગતીયાલ આ વિડીયોએ દિલ જીતી લીધા છે. સરકારી શાળામાં ભણતા આ બાળકનું નામ જય પ્રકાશ છે. આ બાળકમાં આત્મવિશ્વાસ અને યોગ્ય વિચાર પ્રશંસનીય છે. બાળકે કહ્યું હતું કે અભ્યાસની સાથો સાથ કામ કરવામાં શું ખોટું છે.આમ કરવાથી મારું ભવિષ્ય ઉજળું થશે. એક નાનકડા બાળકનો આ વિડીઓ જીવનમાં ગણું બધું શીખવી જાય છે.