Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેર કડિયાવાડ વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને વિદેશમાં ચાલતી આઈપીએલ 20-20 ટૂર્નામેન્ટના મેચ પર રનફેરનો જૂગાર રમી હારજીત કરતા શખ્સને દબોચી લઇ તેની પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરનાં કડિયાવાડ, બોરડી ફળીમાં જાહેરમાં પોતાના મોબાઇલમાં કરણ ચંદ્રકાંત શુકલ નામનો શખ્સ યુએઈમાં ચાલતી આઈપીએલ ક્રિકેટ 20-20 ના ટુર્નામેન્ટમાં દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે ચાલતી મેચ પર આંકડા જોઇ રનફેરનો જૂગાર રમાડતો હોય પોલીસે દરોડા દરમિયાન આ શખ્સને ઝડપી લઇ રૂા.3000 ની રોકડ રકમ અને રૂા.2000 ની કિંમતનો એક મોબાઇલ સહિત કુલ રૂા.5000 નો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular