ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ 182 સીટ જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ પહેલા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ તમામ 182 સીટો જીતવાનો ટાર્ગેટ રજૂ કર્યા હતો. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિ મોર્ચાની બેઠકને સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે આગામી વિધાનસભાની ચૂટણીમાં ભાજપ 182 સીટ જીતવાનો પ્રયાસ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પરિવારની ભાવનાથી કામ કરનારી પાર્ટી છે અને દરેક કાર્યકર પરિવારનો સભ્ય છે. ભાજપ આજે ગુજરાતની પ્રજાનો વિશ્વાસ જીતી ચૂક્યું છે. અહીં નોંધવું ઘટે કે, ગયા વખતની એટલે કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની વાતકરીએ તો ભાજપે 182 સીટમાંથી 150 સીટ પર જીત મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ તે વખતે ભાજપ માત્ર 99 સીટ પર જ જીત મેળવી શક્યું હંતું જ્યારે કોંગ્રેસે પોતાની પૂરી તાકાત લગાવી હતી અને પાટીદાર અનામત આંદોલનના સહારાથી 77 સીટ પર જીત મેળવી શકી હતી.
જ્યારે ફેબ્રુઆરી – માર્ચ 2021માં પંચાયત પાલિકાની ચૂટણીમાં ભાજપે 90 ટકા સીટ પર જીત મેળવવામાં સફળ રહી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ચૂટણી લડી હતી હવે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ આગામી ચૂંટણીનું નેતૃત્વ કરશે.
ભૂપેન્દ્ર પટેલ પણ પાટિલની માફક આત્મવિશ્વાસથી છલોછલ…
આગામી વિધાનસભા ચૂંટણી બાદ, વિધાનસભામાં વિપક્ષનો એક પણ ધારાસભ્ય હશે જ નહીં !