જામનગર મહાનગર પાલિકા કમિશનર વિજયકુમાર ખરાડી તથા સીટી એન્જીનીયર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના એએચપી ઘટક અંતર્ગત ઘાંચી કોલોની લાલપુર રોડ વિસ્તારમાં ઈડબલ્યુએસ-1 પ્રકારના 96 આવાસ યોજનાની સ્થળ મુલાકાત લીધી અને જામનગર શહેરના લેન્ડ માર્ક તરીકે ઓળખાય તે રીતે ગુણવત્તાયુક્ત રીતે કામગીરી કરવા સૂચન કર્યુ હતું.