લાલપુર તાલુકાના આરીખાણા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા 11 શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.1.74 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં જાહેરમાં જૂગાર રમતા છ શખસોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,150 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, લાલપુર તાલુકાના આરીખાણા નજીકથી પોલીસે તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે દરોડા દરમિયાન ખીમા ડોસા વસરા, ભીખા ડોસા વસરા, કાના વિઠ્ઠલ વૈષ્ણવ, ભરત વલ્લભ સંઘાણી, વિરમ ગાંગા મકવાણા, રાજુ કરશન ધ્રાંગિયા, ભીમા ગાંડા મકવાણા, સવજી ભાદા ટોયટા, પ્રવિણ હસમુખ ખરા, નાથા રામા બગડા, રામા પાલા ધ્રાંગિયા નામના 11 શખ્સોને રૂા.44800 ની રોકડ રકમ અને પાંચ બાઇકો મળી કુલ રૂા.1,74,800 ના મુદ્દામાલ સાથે ઝડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન દિલીપ મનસુખ કોટેચા, વિમલ કાનદાસ મેસવાણિયા, હર્ષદ ભીખુ રામદેવપોત્રા, સંજય દિનેશ દુધરેજીયા, નથુ કાના સંજોટ, હનુભા નાથુભા જાડેજા સહિતના છ શખ્સોને રૂા.12150 ની રોકડ રકમ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાલપુર તાલુકાના આરીખાણામાં તીનપતિ રમતા 11 શખ્સો ઝડપાયા
રૂા.44,800 ની રોકડ રકમ સહિત રૂા.1.74 લાખનો મુદ્દામાલ કબ્જે : મોટી ખાવડીમાંથી જૂગાર રમતા છ શખ્સો ઝબ્બે : રૂા.12,150 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે