અમેરિકન ટીવી એક્ટ્રેસ નિકોલ રિચીએ તાજેતરમાં જ પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના આ બર્થડેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કારણકે જયારે નિકોલ રિચી કેક કટિંગ કરી રહી હતી તે દરમિયાન તેના વાળમાં આગ લાગી હતી. પરંતુ બાજુમાં ઉભેલા લોકોંએ તરત જ આગને ઓલવી નાંખી હતી. નિકોલ રિચીએ ખુદ આ વિડીઓ અપલોડ કર્યો છે. જેના પર ઘણા યુઝર્સ રમુજી કમેન્ટ કરી રહ્યા છે.