જામનગર તાલુકાના દરેડ ગામ ફેસ-2 માં આવેલા શિવસર્કલ પાસે પાનની દુકાને પાન ખાવા ઉભેલા યુવકનું રૂા.20 હજારની કિંમતનું બાઈક તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ અંગે પોલીસે શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં ફેસ-2 માં આવેલા શિવ સર્કલ પાસેના વિસ્તારમાં આવેલી પાનની દુકાને દિપેશ વિજયભાઈ વિસરોહિયા નામનો યુવાન ગત શનિવારે રાત્રિના સમયે બાઈકમાં ચાવી રાખીને દુકાને પાન ખાવા ગયો હતો તે દરમિયાન અજાણ્યો તસ્કર રૂા.20 હજારની કિંમતનું કાળા કલરનું જીજે-23-બીજી-8689 નંબરનું બાઈક અજાણ્યા તસ્કર ગણતરીની મિનિટોમાં જ ચોરી કરી પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ યુવક દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.એલ. જાડેજા તથા સ્ટાફે બાઈક ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
દરેડમાં 10 રૂપિયાનું પાન 20 હજારમાં પડયું!!
પાન ખાવા ગયેલા યુવકનું બાઈક તસ્કરો ચોરી ગયા: પોલીસ દ્વારા શોધખોળ