જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલ એક દર્દીનું મૃત્યુ થતાં તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિણામે સિક્યોરીટી ગાર્ડ મામલો થાળે પાડવા પહોચતા પરિવારના 8જેટલા સભ્યોએ તેને માર માર્યો હતો જેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ફિરોઝખાન પઠાણ નામના સિક્યુરિટી ગાર્ડ મામલો થાળે પાડવા પહોંચ્યા હતા. તે દરમિયાન તેના પર હુમલો કરવામાં આવતા ઘવાયેલા ગાર્ડને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે.