દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ દેવળિયામાં રહેતી સગીરાનું લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે બે શખ્સો અપહરણ કરી ગયાના બનાવમાં પોલીસે અપહરણકારો અને સગીરાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના જામ દેવળીયા ગામે રહેતા એક પરિવારની સોળ વર્ષ અને આઠ માસની સગીર પુત્રીનું ગત તા.20ના રોજ રાત્રીના સમયે લલચાવી, ફોસલાવી અને બદકામ કરવાના ઈરાદાથી અપહરણ થયાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતાએ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ફરિયાદમાં શકદાર તરીકે જામ દેવળીયા ગામના સંજય રણમલભાઈ અમર અને સંજયપરી વિનુપરી ગોસ્વામી નામના બે શખ્સોના નામ દર્શાવવામાં આવ્યા છે. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકા સર્કલના સી.પી.આઈ. ચલાવી રહ્યા છે.
કલ્યાણપુર તાલુકાના જામદેવળિયા ગામમાંથી સગીરાનું અપહરણ
સોમવારે રાત્રિના સગીરાને ભગાડી ગયો : બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન