જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પરના વિસ્તારમાં રહેતી અને અભ્યાસ કરતી યુવતી તેના ઘરે કોઇને કહ્યા વગર જતી રહી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સાતવડી ગામમાં રહેતા નિવૃત્ત વૃધ્ધ જામનગર દવા લેવા આવ્યા બાદ લાપતા થઈ ગયા હતાં. જામનગર શહેરમાં આવેલા રમણ પાર્કમાં રહેતો યુવક તેના ઘરેથી કોઇને કહ્યા વગર જતો રહ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા રાજનગરમાં નંદનવન એપાર્ટમેન્ટ ફલેટ નં.303 માં રહેતાં તુલસીભાઈ ભદ્વાની પુત્રી શિવાંગીબેન (ઉ.વ.24) નામની અભ્યાસ કરતી યુવતી તેણીના ઘરે થી કોઇને કહ્યા વગર જતી રહેતા આ અંગે જાણ કરાતા લાપતા યુવતી અંગેની જાણ મળે તો સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના રાજકોટ રોડ પર આવેલા રમણ પાર્ક આદિત્ય હરજીભાઈ વાછીયા (ઉ.વ.23) નામનો અભ્યાસ કરતો વિદ્યાર્થી તેના ઘરેથી લાપતા થયા બાદ પતો ન લાગતા આદિત્ય અંગેની કોઇપણ વિગત મળે તો શહેરના સિટી બી ડીવીઝન પોલીસમાં જાણ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
ત્રીજો બનાવ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સાતવડી ગામમાં રહેતા નિવૃત્ત ચંદ્રસિંહ દિપુભા વાળા (ઉ.વ.67) નામના વૃદ્ધ માનસિક બીમાર હોય અને તેની સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દવા લેવા આવ્યા હતાં તે દરમિયાન દવાખાનેથી લઘુશંકા જવાનું કહીને ચાલ્યા ગયા બાદ કોઇ ભાળ મળી ન હતી. વૃદ્ધ અંગેની કોઇપણ જાણકારી મળે તો જામનગર શહેરના સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી છે.
જામનગર શહેરમાંથી યુવક યુવતિ અને વૃદ્ધ લાપત્તા
શરૂ સેકશન રોડ પરના વિસ્તારમાંથી યુવતી લાપતા: રમણપાર્કમાંથી યુવક કહ્યા વગર જતો રહ્યો : ઉપલેટા પંથકના વૃધ્ધ લઘુશંકા કરવા ગયા બાદ ગુમ