જામનગર શહેરના લાલવાડી ત્રિમંદિર પાસે યુવાન ઉપર ટીફીન બાબતે ચાર શખ્સો દ્વારા ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં સાગર સોમૈયા નામના યુવાનના પિતા બિમાર હોય જેથી તેના મોટાબાપુ ભગવાનજીભાઇ ટીફીન મોકલતા હતાં અને આ ટીફીન પાંચ દિવસથી બંધ કરાતા જે બાબતે સાગર દ્વારા પૂછપરછ કરતા કલ્પેશ ભગવાનજી સોમૈયા, વિશાલ જયેશ શાહ, વીકી ઉર્ફે ભુરો ગોપાલ કાપડી, કાનજી માતંગ નામના ચાર શખ્સોએ લાલવાડી ત્રિમંદિર પાસે સાગર ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથમાં તથા પગમાં ઈજા પહોંચાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઈજાગ્રસ્ત સાગરના નિવેદનના આધારે પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં ટીફીન બંધ કરવા બાબતે યુવાન ઉપર પિતરાઇ સહિત ચાર શખ્સોનો હુમલો
ધોકા વડે લમધારી ઢીકાપાટુનો માર માર્યો : પોલીસ દ્વારા ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ