Thursday, December 26, 2024
Homeરાજ્યભાણવડની બેંકના પૂર્વ કર્મચારી દ્વારા ઉચાપત કર્યાની ફરિયાદ

ભાણવડની બેંકના પૂર્વ કર્મચારી દ્વારા ઉચાપત કર્યાની ફરિયાદ

બોગસ રેકોર્ડ અને આઈડી પાસવર્ડ મેળવી ચાર લાખ ઉપાડી લીધા: અન્ય શખ્સો પણ સંડોવાયા હોવાની આશંકા

- Advertisement -

ભાણવડની બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં આજથી આશરે દોઢેક વર્ષ પૂર્વે બેંકના સંભવીત અને તત્કાલીન કર્મચારી દ્વારા સંભવિત રીતે અન્ય શખ્સોની મદદગારીથી લાખો રૂપિયાની રકમ ઉચાપત કરાઈ હોવાની ધોરણસર ફરિયાદ બેંકના મેનેજર દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડની બેન્ક ઓફ ઈન્ડિયા શાખાના મેનેજર ધર્મપાલ હીરાલાલ પુનીયાએ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નડબઈ તાલુકાના મૂળ રહીશ અને હાલ રાજસ્થાનમાં જયપુર ઝોનની શાખામાં ફરજ બજાવતા મનીષકુમાર મીણા સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ બેન્ક ઓફ ઈન્ડિયાની ભાણવડ શાખામાં અગાઉ ફરજ બજાવતા મનીષભાઈ મીણાએ આ બેંકના સહકર્મચારી ગૌતમભાઈ વાઘેલા તથા મિથુનકુમાર ગુપ્તાના કોમ્પ્યુટર આઈ.ડી. ઉપર પોતે પોતાની ઓળખ છુપાવી, ખોટી રીતના તેઓની લોગ-ઈન આઈ-ડીમાં કામ કરવા માટે બેન્કના નિયમ વિરુદ્ધ તેઓની આઈ-ડીમાંથી સરલાબેન તથા ભારતીબેન નામના બે મહિનાના એકાઉન્ટ એક્ટિવ કર્યા હતા અને આ બંને મહિલાઓ દ્વારા એટીએમ મેળવવા બાબતે કોઈ અરજી કરવામાં આવી ન હોવા છતાં પણ મનીષભાઈએ એટીએમ મેળવવા માટે પોતે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી ખોટું રેકોર્ડ ઉભુ કર્યું હતું.

તેમાંથી કિંમતી જામીનગીરી એટીએમ મેળવી અને ખરા તરીકે ઉપયોગ કરી, તેમના બેંક એકાઉન્ટમાં રહેલા રૂ. 3,60,613.60 જુદી જુદી જગ્યાએથી ઉપડી ગયા હતા. આ માટે મનીષભાઈ અથવા તેને કોઈની મદદગારીથી નાણાની ઉચાપત કરવામાં આવી હોવાનું જાહેર થયું છે.

આ જ રીતે ભેનકવડ ગામે રહેતા અન્ય ખાતાધારક દાનાભાઈ ભોજાભાઈ ખીટના બેંક એકાઉન્ટમાંથી આ પ્રકારની પ્રક્રિયા તથા ખોટી રીતે એન્ટ્રી તેમજ એગ્રીકલ્ચર ઓફિસર જીતેન્દ્ર કુમારના કોમ્પ્યુટરમાંથી તેમની જાણ બહાર એન્ટ્રી વેરીફાઇ કરી અને એટીએમ ઈસ્યુ કરી, ખાતુ ભાવનગર ટ્રાન્સફર કરાયાનું પણ વધુમાં જાહેર થયું છે.

જેનાથી કુલ રૂા. 4,19,000 ની ઉચાપત થયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ગત તા. 8 એપ્રિલ 2020 થી 10 જુલાઈ 2021 દરમિયાન બનેલા આ પ્રકરણમાં શકદાર મનીષભાઈ મીણા અથવા અન્ય કોઈ શખ્સોએ યુક્તિ અને ટેકનોલોજીનો ગેરલાભ લઈ અને ઉચાપત કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં આઈપીસી કલમ 409, 465, 467, 471 તથા આઈ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણ અંગે આગળની તપાસ પીઆઈ જી.આર. ગઢવીને સોંપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular