Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરછૂટાછેડા બાદ પુત્રી અને પત્નીથી અલગ રહેતા યુવાનની આત્મહત્યા

છૂટાછેડા બાદ પુત્રી અને પત્નીથી અલગ રહેતા યુવાનની આત્મહત્યા

એક વર્ષ પહેલાં છૂટાછેડા : એકલવાયા જીવનથી કંટાળી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : જામનગરમાં હૃદયરોગના હુમલાથી યુવાનનું મોત

- Advertisement -


જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનની પત્ની સાથે એક વર્ષ પહેલાં છૂટાછેડા થઈ જતાં પુત્રી અને પત્નીથી અલગ એકલવાયા જીવનથી કંટાળીને તેના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરના ડિફેન્સ કોલોનીમાં રહેતાં યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતો નિશાંત દિપકભાઈ ઝાલા (ઉ.વ.22) નામનો ડ્રાઈવિંગ કરતો યુવાનને તેની પત્ની સાથે એક વર્ષ પૂર્વે છૂટાછેડા થઈ ગયા હતાં અને ત્યારબાદથી પત્ની તથા પુત્રીથી અલગ રહી એકલાવાયા જીવનથી કંટાળી જતાં રવિવારે રાત્રિના સમયે તેના ઘરે રૂમમાં લોખંડના હુંકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા દિપકભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા બન્ટુ અમરપાલ યાદવ (ઉ.વ.37) નામના યુવાનને શનિવારે સાંજના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે તપનકુમારસિંગના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular