Monday, December 23, 2024
Homeમનોરંજનબીગબોસ OTT પ્રથમ સિઝનમાં દિવ્યા અગ્રવાલ બની વિજેતા

બીગબોસ OTT પ્રથમ સિઝનમાં દિવ્યા અગ્રવાલ બની વિજેતા

- Advertisement -

બિગબોસ OTTની પ્રથમ સિઝન હવે પૂરી થઈ છે અને શોને તેની પ્રથમ વિજેતા મળી ગઈ છે. દિવ્યા અગ્રવાલે બિગ બોસ OTTની ટ્રોફી જીતી છે. આ જીત બદલ તે ખૂબ જ ખુશ હતી. સૌએ તેને અભિનંદન આપ્યા હતા.

શોના અંતમાં ત્રણ સ્પર્ધક ફિનાલેની રેસમાં યથાવત રહેલા અને ટોપ 3માં પહોંચેલા. જેમાં શમિતા શેટ્ટી, નિશાંત ભટ્ટ અને દિવ્યા અગ્રવાલનો સમાવેશ થતો હતો. રનરઅપ રહેલા નિશાંત ભટ્ટ અને શમિતા શેટ્ટી શોમાં ત્રીજા નંબર પર રહેલા. પ્રતીક સહજપાલે બિગ બોસ 15માં જવાનો વિકલ્પ પસંદ કરી બિગબોસ OTTના વિનરની રેરસમાંથી બહાર કરવામાં આવેલો. જ્યારે રાકેશ બાપત ચોથા નંબર પર રહ્યો હતો.

ફિનાલે રાઉન્ડમાં પહોંચેલા સ્પર્ધકોએ ઘણી મહેનત કરેલી. તમામ સ્પર્ધકોએ આ સમયે ફેન્સને એન્ટરટેન કરવાનો પ્રયત્ન કરેલો. અનેક ફેન્સે નેહા ભસીનને શો સમયે વધારે એન્ટરટેનિંગ કહેલી. જોકે ખેદ એ વાતનો રહ્યો કે તે શોમાં ફિનાલે રાઉન્ડ અગાઉ જ બહાર થઈ ગયેલી.શોમાં ફિનાલે રાઉન્ડમાં રાકેશ બાપત, શમિતા શેટ્ટી, પ્રતીક સહજપાલ, દિવ્યા અગ્રવાલ અને નિશાંત ભટ્ટ પણ જોવા મળ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular