Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરએન.ડી.પી.એસ.ના ગુન્હામાં ફરારી શખ્સ ઝબ્બે

એન.ડી.પી.એસ.ના ગુન્હામાં ફરારી શખ્સ ઝબ્બે

- Advertisement -

એન.ડી.પી.એસ.ના ગુનાના નાસ્તા ફરતા આરોપીને જામનગર એસઓજીએ ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે સીટી એ ડિવિઝનને સોંપી આપ્યો હતો.

- Advertisement -

એસઓજી શાખાના એએસઆઈ હિતેશભાઈ ચાવડા તથા પો.હેડકોન્સ. દીનેશભાઈ સાગઠીયાએ માહિતી મેળવેલ કે, સીટી “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. કલમ 8(સી), 22(બી), 29 મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી ગની ઉર્ફે નદિમ મહેમુદભાઈ શેખ ઉવ.36 રહે સુભાષમાર્કેટ, વોરાવાડ, મિનારાફળી, જામનગરવાળો સુરત થી જામનગર આવવાનો હોય અને નુરી ચોકડી પાસે ઉતરવાનો હોય જે બાતમી મળતા આ બાબતે સુરત SOGના પોલીસ ઈન્સપેકટર આર.એસ.સુવેરાનો સંપર્ક કરેલ અને તેઓ દ્વારા મળેલ માહિતી આધારે ઉપરોકત ઈસમ સદર જગ્યાએ આવેલ જેથી તુરતજ તેને કોર્ડન કરી પકડી આગળની કાર્યવાહી માટે જામનગર સીટી એ” ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેઓને સોપી આપ્યો છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ તથા પો.સ.ઈ. આર.વી.વીંછીની સુચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular