જામનગર શહેર જીલ્લામાં ભારે વરસાદના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના વોર્ડ નં 10 માં અતિવૃષ્ટિ ને કારણે પ્રજા ને જે નુકશાન થયુ હતું તે સંદર્ભે વોર્ડ નં 10 ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, વર્તમાન કોર્પોરેટરઓ આશાબેન રાઠોડ, પાર્થ જેઠવા, ક્રિષ્નાબેન સોઢા તેમજ મુકેશભાઈ માતંગ સાથે શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી હારુનભાઈ આંબલીયા(અલુ પટેલ) તેમજ મંત્રી મુન્નાભાઈ આરબ સાથે જામનગર મહાનગર પાલિકા ના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળી ને રાહત મેળવવાં ના ફોર્મભરાવ્યા હતા. આશરે 500 જેટલા જરૂરિયાતમંદ પાસેથી ફોર્મ ભરાવ્યા હતા તેમજ અધિકારીઓ ને જરૂરિયાતમંદ ને જલ્દી લાભ મળે તેવી તાકીદ કરી હતી.