જામનગર શહેરના ગોકુલનગર પાણા ખાણ શેરી નં.3 માં રહેતા અને મજૂરી કરતા આધેડે તેની પત્ની સાથે બોલાચાલી થવાથી લાગી આવતાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગરમાં આવેલાં પાણાખાણ શેરી નં.3માં રહેતા શિવુભાઇ પરષોતમભાઇ મહેતા(ઉ.વ.47) નામના આધેડને દારૂ પીવાની કુટેવ હતી અને શુક્રવારે રાત્રીના સમયે તેની પત્ની સાથે બોલાચાલી થવાથી મનમાં લાગી આવતાં તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની રાજુભાઇ દ્વારા જાણ કરતાં હેકો.એચ.એ.પરમાર તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.