Wednesday, December 25, 2024
Homeરાજ્યસાતમ-આઠમમાં ખર્ચ માટે પિતાએ પૈસા ન આપતા પુત્રનો આપઘાત

સાતમ-આઠમમાં ખર્ચ માટે પિતાએ પૈસા ન આપતા પુત્રનો આપઘાત

અવાર-નવાર પૈસાની પુત્ર દ્વારા માંગણી : મનમાં લાગી આવતા પુત્રએ દવા ગટગટાવી

- Advertisement -

- Advertisement -

જામજોધપુર તાલુકાના જિણાવારી ગામના સીમ વિસ્તારમાં આવેલાં ખેતરમાં રહેતાં યુવકને તેના પિતાએ સાતમ-આઠમના તેહવાર દરમ્યાન ખર્ચ કરવા માટે રૂપિયા ન આપતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવનો પોલીસે તપાસ આરંભી હતી.

બનાવ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના જિણાવારી ગામની સીમમાં આવેલાં ઝિથેરી ગામના વાડી વિસ્તારમાં ખેતી કરતાં અશ્ર્વિન વસરામભાઇ કણેત (ઉ.વ.22) નામના યુવકે સાતમ-આઠમના તહેવાર માટે તેના પિતા પાસેથી ખર્ચ કરવાના રૂપિયાની અવાર-નવાર માંગણી કરી હતી. પિતાએ ખર્ચ કરવા માટે રૂપિયા ન આપતા અશ્વિને શુક્રવારે મધ્યરાત્રીના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવકને સારવાર માટે બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જયા તેમનું મોત નિપજયું હતું. બનાવ અંગે મૃતકના પિતા વસરામભાઇ દ્વારા જાણ કરતાં હેકો.એસ.આર.પરમાર તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular