Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયરેકોર્ડબ્રેક રસીકરણ : પ્રધાનમંત્રીના જન્મદિવસે દેશમાં 2.5 કરોડથી વધુ ડોઝ અપાયા

રેકોર્ડબ્રેક રસીકરણ : પ્રધાનમંત્રીના જન્મદિવસે દેશમાં 2.5 કરોડથી વધુ ડોઝ અપાયા

જામનગર શહેરમાં 12,238 સહિત જિલ્લામાં 40,000થી વધુ ડોઝ આપવામાં આવ્યા : તાલુકાના બેરાજા ગામે વિજળી ન હોવા છતાં હેલ્થ વર્કરોએ રાત્રિ સેશનમાં કામ કર્યું : રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સીકકાથી મેગા ડ્રાઇવનો કરાવ્યો પ્રારંભ : એક દિવસમાં 22 લાખથી વધુ ડોઝ આપીને ગુજરાતે સજર્યો રેકોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે કોરોના વેક્સિનેશનનો નવો વિક્રમ રચાયો છે. સમગ્ર દેશમાં એક જ દિવસમાં 2.5થી વધુ વેકિસન ડોઝ આપવામાં આવ્યા છે. તો વેકિસનેશનની આ મહા ઝૂંબેશમાં ગુજરાતે પણ રેકોર્ડ સજર્યો છે. 22 લાખથી વધુ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા હતા.

- Advertisement -



બીજી તરફ જામનગર શહેર અને જિલ્લામાં પણ પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે મહાવેકિસન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જામનગર તાલુકાના સિકકાથી કરાવ્યો હતો. જિલ્લામાં મધ્યરાત્રિ સુધી ચાલેલી આ વેકિસન ઝુંબેશ દરમ્યાન 40,000થી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં પણ 27,500ના લક્ષ્યાંક સામે 12,238 ડોઝ આપવામાં આવ્યા હતા. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થવર્કરોએ વિપરીત પરિસ્થિતિમાં પણ કામ કરીને લોકોને કોરોના સામે સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

તાલુકાના પૂર અસરગ્રસ્ત બેરાજા ગામે હજુ પણ વિજ પુરવઠો પૂર્વવત્ થયો ન હોવા છતાં હેલ્થવર્કરોએ ટોચ અને બેટરીના અજવાળે મોડી રાત સુધી રસી આપવાનું કાર્ય કરીને દાખલો બેસાડયો હતો.

કો-વિન પોર્ટલના ડેટા અનુસાર રાત્રે 11.30 વાગ્યા સુધીમાં 2.50 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા હતાં. છેલ્લા એક મહિનાાૃથી ઓછા સમયગાળામા ચોથી વખત એક જ દિવસમાં એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આજે અપાયેલા એક કરોડ ડોઝની ઝડપ અત્યાર સુધીની સૌથી વધારે હતી. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે બપોરે 1.30 વાગ્યા સુાૃધીમાં જ કોરોના વેક્સિનના એક કરોડાૃથી વધારે ડોઝ આપી દેવામાં આવ્યા હતાં. જે અત્યાર સુધીની સૌૈથી વધુ ઝડપ છે.

ઉલ્લેખનિય છે કે આ અગાઉ 6 સપ્ટેમ્બર, 31 ઓગસ્ટ અને 27 ઓગસ્ટના રોજ એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતાં. ગઇકાલે જ માંડવિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે મોટા પ્રમાણમાં વેક્સિનેશન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મોટા પ્રમાણમાં વેક્સિનેશન જ તેમના માટે યોગ્ય ભેટ ગણાશે.

ભાજપે પણ પોતાના તમામ યુનિટોને મોટા પ્રમાણમાં લોકોને રસીકરણ કેન્દ્રો સુધી લઇ જવાની અપીલ કરી હતી. આ સાાૃથે જ દેશમાં અત્યાર સુધી કુલ અપાયેલા ડોઝની સંખ્યા 78.68 કરોડ થઇ ગઇ છે. ઉલ્લેખનિય છે કે 16 જાન્યુઆરીથી દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular