જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે રૂા.40500 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાંથી જૂગાર રમતા નવ શખ્સોને પોલીસે રૂા.10250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર તાલુકાના ગોવાણા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.3660 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં અને નાશી ગયેલા ત્રણ શખ્સોની શોધખોળ આરંભી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પ્રદિપ વાસુ કાળિયા, મેહુલ પરશોતમ ખાનીયા, જયેશ ગોપાલ ખાનીયા, નરેન્દ્ર ઉર્ફે નાનિયો રામજી મંગે, યોગેશ નાનજી હરબડા, વિશાલ કમલેશ મંગે, કાનજી દયાળજી ખાનીયા, જયેશ શોભરાજ કતીયારા સહિતના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.40500 ની રોકડ રક અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાં જાહેરમાં રોનપોલીસનો જૂગાર રમતા ભીમા લખમણ ચૌહાણ, અલ્પેશ રામા ચૌહાણ, નાથા મનજી ચૌહાણ, અરજણ લખમણ ચૌહાણ, હમિર સગ્રામ ચૌહાણ, રમેશ ડાયા સનુરા, સગ્રામ લખમણ ચૌહાણ, સુરેશ મનજી ચૌહાણ, દિનેશ જીવરાજ વૈષ્ણવ નામના નવ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.10,250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
લાલપુર તાલુકાના ગોવાણા ગામમાંથી જાહેરમાં જૂગાર રમતા સામત પુંજા ભાલોડિયા, વિક્રમ જગા ભારવડિયા, અરશી આંબલિયા, રમેશ ભારવડિયાને પોલીસે રેઈડ દરમિયાન રૂા.3660 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ નાશી ગયેલા ભગા હીરા નનેરા, મશરી નગા બંધિયા, કુંભા કરશન કરમુર સહિત સાત શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેર અને જિલ્લામાંથી જૂગાર રમતા 21 શખ્સો ઝડપાયા, ત્રણ ફરાર
હનુમાનટેકરી વિસ્તારમાંથી રૂા.40500 ની રોકડ સાથે આઠ શખ્સો ઝબ્બે : કડબાલમાંથી જૂગાર રમતા નવ શખ્સ રૂા.10250 ની રોકડ રકમ સાથે ઝડપાયા : ગોવાણામાંથી તીનપતિ રમતા ચાર શખ્સ રૂા.3660 ની રોકડ સાથે ઝબ્બે : ત્રણ શખ્સો નાશી ગયા