જામનગરમાં ગુલાબનગર પાસે આવેલી સોલિડ વેસ્ટ વિભાગની કચરાની ડમ્પીંગ સાઇટ પર કચરાના વાહનોની લાંબી કતાર લાગી હતી.
અહીં કચરો ઠાલવવા પહોંચેલા વાહનો લાંબો સમય સુધી અટવાયેલા રહેતા શહેરમાંથી કચરો ઉપાડવાની પ્રક્રિયા ધીમી પડી છે. જેની અસર સફાઇ ઝુંબેશ પર પડી રહી છે. ડમ્પીંગ સાઇટ પર શા માટે કચરો ઠાલવવામાં વિલંબ થઇ રહ્યો છે? તે માટે જામ્યુકોના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો. પરંતુ એકપણ અધિકારીએ ફોન રિસિવ કર્યા ન હતાં. આમ જામ્યુકોના લાપરવાહ તંત્રની અસર શહેરની સફાઇ વ્યવસ્થા ઉપર પડી રહી છે.